અમદાવાદઃ રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં ૨૭મીએ નિર્ણય લેવાયો હતો કે, બજેટ સત્ર પહેલી માર્ચથી શરૂ થશે. બીજી માર્ચે ગુજરાત સરકાર ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરશે. ગુજરાતના ઉદ્યોગોની સમસ્યાઓનો ઉકેલ આવે અને ગુજરાતના ઉદ્યોગોની અપેક્ષા સંતોષવાનો પ્રયાસ બજેટના માધ્યમથી કરાય તેવી સંભાવના છે. આ સિવાયના તમામ ખાતાઓ અને વિભાગો સાથે તેમની માગણીઓના સંદર્ભમાં ચર્ચા થયાનું નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.


