ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે આનંદીબહેન જ રહેશેઃ દિનેશ શર્મા

Wednesday 20th January 2016 05:43 EST
 
 

સુરતઃ ૧૮મી જાન્યુઆરીએ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કેવડિયા કોલોનીમાં વોટર સ્પોર્ટસનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ દિનેશ શર્માએ ગુજરાતના વિકાસને બિરદાવ્યો હતો. આ સાથે તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાનને બદલવામાં આવશે એવી અટકળોનો અંત લાવતા સુરત ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ વાત એક અફવા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપના પ્રમુખની ઘોષણા એક સપ્તાહમાં કરાશે. પાટીદાર આંદોલનના હિસાબે ભાજપની છબી ખંડિત થઈ છે એ વાતને પણ દિનેશ શર્માએ ખોટી ઠરાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter