ગુજરાતના ૭૯ IAS અધિકારીઓની બદલી

Wednesday 04th September 2019 06:07 EDT
 

ગાંધીનગર: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૩૦મી ઓગસ્ટે એક સાથે ૭૯ આઇએએસ અધિકારીની બદલીનું મહત્ત્વનું ઓપરેશન પાર પાડી દીધું હતું. સચિવાલય સહિતના વિભાગો હેઠળની મહત્ત્વની કચેરીઓથી લઈને જિલ્લા અને શહેરોમાં આવેલી કચેરીઓમાં પણ મોટાપાયે ફેરફારો થયા છે.
રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘવીને સામાન્ય વહીવટ વિભાગમાંથી ગૃહ વિભાગમાં મુકાયા છે. સુરત મ્યુ. કમિશનર એમ. થેન્નારસન જીઆઈડીસીના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર થયા છે. રાજકોટના મ્યુ. કમિશનર બચ્ચાનિધિ પાની સુરતના મ્યુ. કમિશનર થયા છે. મહેન્દ્ર પટેલને વડોદરાના મ્યુ. કમિશનર બનાવાયા છે. રેમ્યા મોહન કચ્છ કલેકટરમાંથી રાજકોટના કલેકટર બન્યા છે.
આ ઉપરાંત આસિસ્ટન્ટ કલેકટર તરીકે ફરજ બજાવતાં જુનિયર અધિકારીઓને બઢતી સાથે જિલ્લાઓમાં ડીડીઓ તરીકે નિયુક્ત કરાયા છે. ગુજરાત કેડરના હાર્દિક શાહ પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી બન્યા છે. આ ઉપરાંત ઝારખંડ કેડરનાં ૧૯૮૨ની બેચના આઇએએસ અધિકારી રાજીવ ગૌબાએ કેબિનેટ સચિવ પદનો કાર્યભાર સંભાળી લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter