અમદાવાદઃ મૂળ ધોળકાની અને શાહપુર રહેતી મહિલા હાફિઝાબાનુ નોકરીની લાલચમાં સાઉદી અરેબિયાના રિયાધમાં ફસાઇ હોવાની માહિતી આધારે મહિલા ક્રાઇમ બ્રાંચે માનવ તસ્કરીનો ગુનો નોંધી જૂહાપુરામાં રહેતી મહિલા એજન્ટ રેહાનાબાનુ અને મુંબઇના એજન્ટ ફારૂક મન્સુરીની ધરપકડ કરી છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ મહિલાઓને નોકરી માટે અખાતી દેશોમાં મોકલી હોવાનું પોલીસ માની રહી છે.

