ગુજરાતનું જાહેર દેવું બે વર્ષમાં જ રૂપિયા ૩૨ હજાર કરોડ વધ્યું

Wednesday 01st March 2017 06:25 EST
 

ગાંધીનગરઃ વિધાનસભાના બજેટ સત્રમાં સરકારના જાહેર દેવાને લઈને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો દ્વારા પૂછાયેલા સવાલોના જવાબમાં સરકારે તાજેતરમાં જણાવ્યું  હતું કે, વર્ષ ૨૦૧૪-૧૫થી બે વર્ષમાં સરકારના જાહેર દેવામાં રૂ. ૩૨ હજાર કરોડ જેટલો વધારો થયેલો નોંધાયો છે. જ્યારે ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ની પરિસ્થિતિએ સરકાર પરનું જાહેર દેવું વધીને રૂપિયા એક લાખ ૮૨ હજાર ૯૮ કરોડ સુધી પહોંચી ગયું છે. કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પૂછેલા સવાલના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે એવું જણાવ્યું હતું કે, રાજ્યનું કુલ દેવું રૂપિયા ૧.૮૨ લાખ કરોડ થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter