ગાંધીનગરઃ ગુજરાતના ૧૬મા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં સોમવારથી મંત્રાલયો ફરી ધમધમતા થઇ ગયા છે. રવિવારે પાટનગરમાં મહાત્મા મંદિરમાં શપથ લેનારા કેબિનેટ અને રાજ્ય કક્ષાના પ્રધાનોને સોમવારે મોડી સાંજે ખાતાઓની ફાળવણી થઇ ગઇ હતી. મુખ્ય પ્રધાન પદેથી આનંદીબહેન પટેલનના અણધાર્યા રાજીનામાથી માંડીને મુખ્ય પ્રધાન પદે વિજયભાઇ રૂપાણીની પસંદગી સુધીનો સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ રાજકીય સંકેત આપે છે કે રાજ્યમાં આવતા વર્ષના અંત ભાગમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હવે સંપૂર્ણ બાગડોર પોતાના હાથમાં લઇ લીધી છે. આ સાથે જ અમિત શાહે પોતાની રાજકીય સૂઝથી સામાજિક, રાજકીય અને જ્ઞાતિગત ગણતરીઓને ધ્યાને લઇ આનંદીબહેન સરકારમાં પ્રધાન રહેલા રમણલાલ વોરા, સૌરભ પટેલ, મંગુભાઇ પટેલ જેવા નવ સિનિયરો પ્રધાનોને પડતાં મૂકીને પક્ષના કાર્યકરો, નેતાઓને ભાવિ રાજનીતિના સંકેત આપ્યા છે. ક્યા પ્રધાનોને ક્યા મંત્રાલય અને વિભાગ ફાળવાયા છે તેની વિગત અહીં રજૂ કરી છે.
• વિજયભાઇ રૂપાણી, મુખ્ય પ્રધાન: સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, ઉદ્યોગ, ગૃહ, ક્લાઈમેટ ચેન્જ, બંદરો, માહિતી પ્રસારણ, નર્મદા, કલ્પસર, મહેસૂલ, ડિઝાસ્ટર, ખાણ ખણિજ, બંદરો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આયોજન, તમામ નીતિઓ
• નીતિનભાઇ પટેલ, નાયબ મુખ્ય પ્રધાનઃ નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના, નર્મદા, કલ્પસર, પેટ્રોકેમિકલ્સ
(કેબિનેટ કક્ષા)
• ભૂપેન્દ્રસિંહ ચુડાસમા: શિક્ષણ વિભાગ, મહેસૂલ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો
• ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવા: આદિજાતિ, પ્રવાસન, વન
• ચીમનભાઈ ધરમશીભાઈ સાપરિયા: કૃષિ, ઉર્જા
• બાબુભાઈ ભીમાભાઈ બોખિરિયા: પાણી પુરવઠો, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, મીઠા ઉદ્યોગ
• આત્મારામ મકનભાઈ પરમાર: સામાજિક ન્યાય અને અધિકારીતા, કલ્યાણ અને સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ, મહિલા અને બાળ કલ્યાણ
• દિલીપકુમાર વીરાજી ઠાકોર: શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ
• જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા: અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, કુટિર ઉદ્યોગ છાપકામ અને લેખનસામગ્રી
(રાજ્ય કક્ષા)
• પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા: પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નાશાબંધી આબકારી, કાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન, સ્વૈચ્છિક સંસ્થાઓનુ સંકલન, બિનનિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ, ઉર્જા
• શંકરભાઈ લગધીરભાઈ ચૌધરી: આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, પર્યાવરણ અને શહેરી વિકાસ
• જયંતિભાઈ રામજીભાઈ કવાડિયા: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
• નાનુભાઈ ભગવાનભાઈ વાનાણી: જળસંપત્તિ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
• પુરુષોત્તમ ઓઘવજી સોલંકી: મત્સ્યોદ્યોગ
• જશાભાઈ ભાણાભાઈ બારડ: પાણી પુરવઠા, નાગરિક ઉડ્ડયન, મીઠા ઉદ્યોગ
• બચુભાઈ મગનભાઈ ખાબડ: પશુપાલન, ગૌસંવર્ધન
• જયદ્રથસિંહ ચંદ્રસિંહ પરમાર: માર્ગ અને મકાન, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
• ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ: સહકાર (સ્વતંત્ર હવાલો)
• વલ્લભભાઈ ગોબરભાઈ કાકડિયા: વાહન વ્યવહાર (સ્વતંત્ર હવાલો)
• રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી: રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, યાત્રાધામ વિકાસ
• કેશાજી શિવાજી ચૌહાણ: સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ
• રોહિતભાઈ પટેલ: ઉદ્યોગ, ખાણ ખનિજ, નાણાં
• વલ્લભભાઈ વશરામભાઈ વઘાસિયા: કૃષિ, શહેરી ગૃહ નિર્માણ
• નિર્મલાબહેન સુનિલભાઈ વાધવાણી: મહિલા અને બાળ કલ્યાણ
• શબ્દશરણ ભાઈલાલભાઈ તડવી: વન અને આદિજાતિ વિકાસ


