ગુજરાતને કોણે શું વચન આપ્યાં?

Friday 19th January 2024 04:50 EST
 
 

• ગુજરાતને ત્રણ ટ્રિલિયન યુએસ ડોલરનું અર્થતંત્ર બનાવવા રિલાયન્સ સહયોગ કરશે. ગુજરાત AI એડોપ્શનમાં ગ્લોબલ લીડર બને. લાખો નવી રોજગારીની તકો ઊભી થાય અને Aiના જાણકાર ડોક્ટરો, શિક્ષકો અને ખેતીની પ્રણાલી નિર્માણ કરીશું. રિલાયન્સ રિટેલને વધુ સમૃદ્ધ કરીશું જેથી નાના ઉત્પાદકોને ફાયદો થશે. ફાઉન્ડેશનની સખાવતી પ્રવૃત્તિથી શિક્ષણ, રમતગમત ક્ષેત્રે રોકાણ કરી ગુજરાતને 3 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા સહયોગ કરીશું. - મુકેશ અંબાણી, ચેરમેન, રિલાયન્સ
• કચ્છમાં 725 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો 30 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ, જે અવકાશમાંથી જોઈ શકાય છે. સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ, સોલર પેનલ્સ, વિન્ડ ટર્બાઈન, જેવી બાબતો સામેલ હશે. અગાઉની સમિટનું 55 હજાર કરોડનું રોકાણનું વચન પાળ્યું છે. - ગૌતમ અદાણી, ચેરમેન, અદાણી ગ્રૂપ
• સાણંદમાં 20 ગીગાવોટની લિથિયમ આયર્ન બેટરી બનાવવાનો પ્રોજેક્ટ ટૂંકમાં શરૂ કરીશું અને તેનું બાંધકામ શરૂ થઈ ગયું છે. ધોલેરામાં પૂરઝડપે કામ ચાલે છે ત્યાં અમે સી-295 એરક્રાફ્ટના નિર્માણ કરવાનું કમિટમેન્ટ કર્યું હતું. ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ 2024માં શરૂ થઈ જશે. તાતા ગ્રૂપ માટે ગુજરાત ખૂબ વિશેષ સ્થાન છે. રાજ્યમાં અમારી હાજરીને વિસ્તારવા માટે નોંધપાત્ર નિર્ણય કર્યો છે. - એન. ચંદ્રશેખર, ચેરમેન, ટાટા સન્સ
• સાણંદમાં સેમિકન્ડક્ટર અને ફેબ માટે અમે વર્લ્ડ ક્લાસ ફેસિલિટી બનાવવાનું શરૂ કર્યું છે. તે 5 હજાર લોકોને રોજગારી આપશે. સેમિ કન્ડક્ટર ક્ષેત્રની કંપનીઓ અહીં આવશે તેના થકી વધુ 50 હજાર નોકરી ઊભી થશે. આ પ્રોજેક્ટનું કુલ કદ 2.75 બિલિયન ડોલર છે, જેનાથી સેમિકન્ડક્ટર્સ અને ઇકોસિસ્ટમ માટે ક્લસ્ટર ઊભું થશે. માઈક્રોન ગુજરાત સેમિકન્ડક્ટર માટે એન્કર કંપનીની ભૂમિકા ભજવશે. - સંજય મહેરોત્રા, સીઈઓ, માઇક્રોન
• ગુજરાતમાં 4 વર્ષ પહેલાં વડાપ્રધાન મોદીએ હજીરા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. જે કામ 2026 સુધીમાં પૂરું થઈ જશે. તેના સેકન્ડ ફ્રેઝ માટે સમજૂતી કરાર કર્યા છે. 24 મિલિયન ટન સ્ટીલ પ્રોડક્શન ઉત્પાદન કરતી હજીરા સાઈટ વિશ્વનો સ્ટીલ ઉત્પાદન કરતો સૌથી મોટો પ્લાન્ટ બનશે. અમે સ્ટીલ રિન્યુ. એનર્જી અને હાઈડ્રોજન ટેક્નોલોજીમાં પણ રોકાણ કરી રહ્યા છીએ. 2047નું સપનું પૂરું કરવા તૈયાર છીએ. - લક્ષ્મી મિત્તલ, સીઈઓ, આર્સેલર મિત્તલ
• અમે ભારતમાં કારનું પ્રોડક્શન વધારીને જાપાન અને યુરોપિયન દેશમાં એક્સપોર્ટ કરીશું. અમે આગામી સમયમાં રાજ્યમાં 3200 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યા છીએ. આ નવા એકમ થકી અમે 2.5 લાખ ઇવી કાર યુનિટ પ્રતિ વર્ષ ઉત્પાદન કરી શકીશું. આમ ગુજરાત રાજ્યમાં ઈવીનું વાર્ષિક ઉત્પાદન 7.5 લાખથી વધીને 10 લાખ યુનિટ સુધી ઉત્પાદન થશે. આ ઉપરાંત બીજા પ્રોડક્શન પ્લાન્ટ માટે અમે વધુ 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છીએ. - તોશીહીરો સુઝુકી, પ્રમુખ, સુઝુકી મોટર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter