ગુજરાતનો પ્રવાસ હંમેશા આનંદદાયકઃ યુએસ કોન્સલ જનરલ

Wednesday 05th December 2018 06:02 EST
 

રાજપીપળા: કેવડિયા કોલોની, સરદાર સરોવરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની તાજેતરમાં મુલાકાતે આવેલા મુંબઈ ખાતેના અમેરિકન કોન્સ્યુલેટ જનરલ એડગાર્ડ કગાને જણાવ્યું હતું કે, ગુજરાતનો પ્રવાસ હંમેશા આનંદદાયક બની રહે છે. મુંબઈ ખાતેના અમેરિકાના કોન્સલ જનરલ એડગાર્ડ કગાને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. વિશ્વની આ સહુથી ઊંચી પ્રતિમા, સરદારની વિરાટ પ્રતિકૃતિ અને તેનું ભગીરથ નિર્માણ નિહાળીને આશ્ચર્ય મિશ્રિત આનંદની લાગણી તેમણે વ્યક્ત કરી હતી. કોન્સલ જનરલે જણાવ્યું હતું કે, ગુજરાતની અમારી પાંચમી કે છઠ્ઠી મુલાકાત છે. કેવડિયા વિસ્તારમાં હું પ્રથમવાર
આવ્યો છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter