ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે શનિવારે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થાય બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં નીતિ આયોગની તર્જ પર ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્ફોર્મેશન - GRIT (ગ્રિટ)ની સ્થાપના કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. પૂર્વકાળમાં કાર્યરત રહેલા રાજ્ય આયોજન પંચની જેમ ‘ગ્રિટ’ના અધ્યક્ષ મુખ્યમંત્રી રહેશે અને ઉપાધ્યક્ષ તરીકે રાજકીય વ્યક્તિની નિમણૂંક થશે. આ સંસ્થાન વિકસિત ભારત - 2047ની તર્જ ઉપર વિઝન ગુજરાત 2047ને પૂર્ણ કરવા કાર્યરત રહેશે.


