ગાંધીનગરઃ ગુજરાત ઇલેક્શન વોચ દ્વારા જાહેર કરાયું છે કે, ગુજરાતમાંથી 2016-17થી માંડીને 2020-21 સુધીના પાંચ વર્ષમાં સીધેસીધી રીતે વિવિધ કંપનીઓ, વ્યક્તિઓ કે સંસ્થાઓ દ્વારા કુલ રૂ. 174.06 કરોડનું ડોનેશન રાજકીય પાર્ટીઓને અપાયું છે. જે પૈકી ભાજપ રૂ. 163.544 કરોડ, કોંગ્રેસને રૂ. 10.464 કરોડ, આમ આદમી પાર્ટી રૂ. 32 હજાર અને એસકેએમને રૂ. 20 હજાર દાન પેટે મળ્યા છે.


