ગુજરાતમાં કુલ ૧૮૦ રથયાત્રા નીકળશેઃ અમદાવાદમાં ૨૪ હજાર જવાન તહેનાત

Friday 01st July 2022 06:51 EDT
 
 

અમદાવાદ: અષાઢી બીજ એટલે કે પહેલી જલાઈએ રાજ્યમાં નાના-મોટા નગરોમાં 180 રથયાત્રા નીકળશે, જેમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિરની છે, જેમાં 10 લાખ ભાવિકો દર્શનનો લાભ લેશે.
અમદાવાદની રથયાત્રામાં બંદોબસ્ત માટે એસઆરપીની 21 કંપની, પેરામિલિટરી ફોર્સની 22 કંપની, ઉચ્ચ પોલીસ અધિકારીઓ વગેરે મળીને 24 હજાર સુરક્ષા કર્મચારી બંદોબસ્તમાં તહેનાત રહેશે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે, સીઆરપીએફ અને બીએસએફની 22 કંપની, એસઆરપીની 21 કંપની અમદાવાદને ફાળવાઈ છે. પોલીસ અધિકારીઓ ઉપરાંત વધારાના 4 ડીઆઈજી, 20 એસપી, 60 ડીવાયએસપી, 150 પીઆઈ, 300 પીએસઆઈ, 2 હજાર કર્મચારી અમદાવાદમાં તહેનાત રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter