ગુજરાતમાં કેન્સરના કેસમાં વધારોઃ ત્રણ વર્ષમાં ૨.૩૧ લાખ

Wednesday 24th July 2019 06:54 EDT
 

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વિવિધ પ્રકારના કેન્સરના રોગના કેસિસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો હોય તેવું નોંધાયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં જ કુલ ૨.૩૧ લાખ વ્યક્તિ કેન્સરગ્રસ્ત બની ચૂકી હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ માસ સરેરાશ ૬૪૨૯ વ્યક્તિને કેન્સરની બીમારી લાગુ પડે છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૮માં જે રાજ્યમાં કેન્સરના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ગુજરાત આઠમા સ્થાને છે.
વધુ ચિંતાનજક બાબત એ પણ છે કે ગુજરાતમાં કેન્સરના કેસમાં પ્રત્યેક વર્ષે સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૬માં ગુજરાતમાં કેન્સરના ૭૩,૫૫૧ કેસ હતા અને તે ૨૦૧૮માં ૧૦ ટકા વધીને ૮૦,૮૨૦ નોંધાયા છે. હાલ યોજાઈ રહેલા લોકસભાના ચોમાસું સત્ર દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ ખુલાસો કરાયો હતો. જેના અનુસાર વર્ષ ૨૦૧૮માં ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ ૨.૭૦ લાખ કેસ નોંધાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter