ગુજરાતમાં કોંગો ફિવરનો પગપેસારો

Wednesday 28th August 2019 07:59 EDT
 

અમદાવાદ: લીંબડી તાલુકાના જામડી ગામના ૭૫ વર્ષીય સુખીબહેન કરશનભાઈ મેણીયાની તબિયત નાદુરસ્ત થતાં ૨૦મી ઓગસ્ટે તેમને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા. રવિવારે રાત્રે ૧૧.૩૦ કલાકે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. સુખીબહેનનું મોત કોંગો ફિવરથી થયાનું નિદાન થયા બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર ભયમાં છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ સૌપ્રથમ કોંગો ફિવરથી મોતનો કિસ્સો હતો.
સુખીબહેનના બીમારીના લક્ષણોની તમામ તપાસ પૂણેની વાઈરોલોજી લેબોરેટરીમાં કરવામાં આવી છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગો ફિવરથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે. આ રોગના વધુ કેસ ૨૭મી સુધીમાં નોંધાયા છે. પેરા મેડિકલ સ્ટાફની પણ સારવાર કરવામાં આવી રહી છે. સુખીબહેનના મૃત્યુ બાદ આ જ ગામની એક મહિલા લીલાબેન વામાભાઇ સિંધવનું સુરેન્દ્રનગરની સી યુ શાહ હોસ્પિટલમાં મૃત્યુ થયુ હતું. દર્દીની સારવાર કરી રહેલાં એક ડોક્ટર અને બે સ્ટાફ નર્સને પણ કોંગો ફિવરની અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અમદાવાદના રાયખડના એક યુવાનને પણ શંકાસ્પદ કોંગો ફિવર થયાનું જાણવા મળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter