અમદાવાદઃ તમાકુના વ્યસનને લીધે કેન્સર જેવી ગંભીર બીમારીનું પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યું છે તેથી એક તરફ ગુજરાત સરકારે તમાકુ, ગુટખા પ્રતિબંધ લાદી દીધો ત્યારે ખેડૂતો રવિસિઝનમાં તમાકુની ખેતી તરફ વળ્યાં છે. ચાલુ સિઝનમાં ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ ૩૩,૨૦૦ હેકટરમાં તમાકુનું વાવેતર થયું છે. રવિઋતુમાં તમાકુનું ૧૫૫ ટકા વાવેતર કુલ ૧,૨૫૬,૯૦૦ હેકટરમાં થયું હતું. જ્યારે આ વર્ષે ૧,૮૦,૧૦૦ હેકટરમાં તમાકુની વાવણી થઈ છે. ચાલુ વર્ષે કેડામાં ૪૯,૬૦૦ હેકટર, મહેસાણામાં ૧૪,૯૦૦ હેકટર, આણંદમાં સૌથી વધુ ૭૨,૩૦૦ હેક્ટરમાં તમાકુની વાવણી થઈ છે.


