ગુજરાતમાં ધૂળેટી રમવા ઉપર પ્રતિબંધ

Saturday 27th March 2021 05:17 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ધારણા પ્રમાણે જ ધૂળેટી પર્વે રંગોત્સવ રમવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષપદે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે મર્યાદિત સંખ્યામાં હોળી પ્રકટાવવાની છૂટ આપવામાં આવે છે, પણ ધૂળેટીની ઉજવણીથી નાગરિકોને દૂર રહેવું પડશે અને આ મનાઈનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થશે.
તેમણે કહ્યું હતું કે કોરોનાની પ્રવર્તમાન સ્થિત હોવા છતાં હોળી પ્રગટાવવા ઉપર પ્રતિબંધ મૂકાયો નથી, પણ મર્યાદિત સંખ્યામાં લોકો ભાગ લે તેવી છૂટ છે. ઘણા રાજ્યોમાં કોરોના વકર્યો છે તે રીતે ગુજરાતમાં પણ કેસો વધ્યા છે ત્યારે કોરોના સામે લડવાની તૈયારી છે. કોરોનાની પ્રથમ પીક કરતાં હાલ આવી રહેલા કોરોનાના કેસમાં સામાન્ય લક્ષણો જણાઈ આવે છે. તેથી ગભરાવવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter