અમદાવાદઃ મહાત્મા ગાંધીના ગુજરાતમાં સરકારે દારૂબંધી ફરમાવી છે, પણ આ દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે કેમ કે, પોલીસ અને બુટલેગરોના મિલીભગતને કારણે દારૂનો કરોડો રૂપિયાનો વેપાર ધમધમી રહ્યો છે. વિધાનસભામાં ખુદ સરકારે એ વાત કબૂલી છે કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરમાંથી કુલ મળીને રૂ. સવા ત્રણ બિલિયનનો દારૂ પકડાયો છે. ભાજપના શાસનમાં આમ જનતા પાણી વિના ટળવળે છે, પણ દારૂની રેલમછેલ છે. વિધાનસભામાં પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં ગૃહ પ્રધાને એવી કબૂલાત કરી છે કે, વર્ષ ૨૦૧૦થી માંડીને ૨૦૧૫ સુધીમાં પોલીસે ૩,૫૨,૩૭,૪૭૯ લીટર દેશી દારૂ પકડી પાડયો હતો જયારે ૨,૦૭,૩૯,૩૧૮ વિદેશી દારૂની બોટલો અને ૫૫,૮૩,૧૪૧ બિયરની બોટલો પકડાઈ હતી.

