ગુજરાતમાં પાલિકા, પંચાયતોની ૩૯ બેઠકો પર ભાજપ ઉમેદવારો બિનહરીફ

Tuesday 16th February 2021 15:23 EST
 

ગાંધીનગર: રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ૩૯ બેઠકો ભાજપને બિનહરીફ મળી ગઈ છે. ફોર્મ ભરાયાના અંતિમ દિવસે ૧૩મી ફેબ્રુઆરીએ જ જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની એક-એક, સુરતની ઓલપાડ અને ચોર્યાસી તાલુકા પંચાયતની એક-એક, અમદાવાદની દસ્ક્રોઇ તાલુકા પંચાયતની બે, કચ્છની ભુજ તાલુકા પંચાયતની એક, જૂનાગઢ તાલુકા પંચાયતની એક, ભાવનગરની ઉમરાળા તાલુકા પંચાયતની બે તથા સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી તાલુકા પંચાયત અને વઢવાણ તાલુકા પંચાયતની એક-એક, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની એક તથા થાનગઢ તાલુકા પંચાયતની પાંચ એમ કુલ મળીને ૧૭ તાલુકા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યાં છે. આ ઉપરાંત ભુજ પાલિકાની બે તથા ધ્રાંગધ્રા નગરપાલિકાની પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter