સુરતઃ ગુજરાતના ઇતિહાસની પ્રથમ વખત હત્યાના ગુનામાં એક જુવેનાઇલને ૩ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હત્યા કરતી વખતે ૧૫ વર્ષીય કિશોરે એક યુવાન સાથે મળી ચોકીદારની હત્યા કરી હતી. લિફટના વાયરની ચોરી કરવા આ બન્ને ઘૂસ્યા, ચોકીદાર રાકેશ શર્માનું ધ્યાન પડ્યું, બન્ને ટેરેસ પર ભાગ્યા, ચોકીદારે પીછો કર્યો ને ચોકીદારના પેટમાં ચપ્પુ મારી દઈ હત્યા હતી અને જુવેનાઇલના વાલીએ રૂ. પાંચ હજાર બાળ કલ્યાણ ફંડમાં દંડ સ્વરૂપે જમા કરાવવાનો આદેશ અપાયો છે.

