ગુજરાતમાં ફક્ત ૧૫.૭૩ ટકા જ ઉનાળુ વાવેતર

Wednesday 20th March 2019 06:44 EDT
 

અમદાવાદઃ ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધીમાં ઉનાળુ વાવેતર થઇ જતું હોય છે. ચાલુ વર્ષે વરસાદની ઘટ અને સિંચાઇના પાણીની ભારે અછતને લઇને આ વર્ષે ઉનાળુ વાવેતર સદંતર નિષ્ફળ જવાની ભીતિ છે. ઉનાળુ વાવેતરનો સમયગાળો હાલમાં પૂર્ણતાને આરે હોવા છતાંય રાજ્યમાં ૧૧ માર્ચ સુધીમાં ફક્ત ૧,૨૩,૧૦૦ હેક્ટરમાં જ વાવેતર થયું છે. જે કુલ વાવેતર વિસ્તારના ફક્ત ૧૫.૭૩ ટકા જ વાવેતર થયાનું દર્શાવે છે. હાલ રાજ્યમાં ૬,૫૯,૬૬૨ હેક્ટર જમીન વાવેતર વગર પડતર પડી રહી છે. ગત વર્ષે આ સમયગાળામાં રાજ્યમાં ૩,૫૦,૭૪૯ હેક્ટર ઉનાળુ વાવેતર થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter