અમદાવાદ: કેન્દ્ર સરકારે ધર્મ આધારિત વસ્તી ગણતરીમાં કુટુંબના વડાના આંકડા જારી કર્યા છે. જે મુજબ ગુજરાતમાં મહિલા કુટુંબના વડા દૃષ્ટિની ટકાવારી હિંદુઓ કરતાં મુસ્લિમોમાં વધારે હોવાનું બહાર આવ્યું છે. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં મુસ્લિમ કુટુંબમાં મહિલા વડા ૧૨ ટકા છે. જેની સામે હિંદુઓમાં આ ટકાવારી ૯.૮૫ ટકા છે. સૌથી વધુ ખ્રિસ્તી પરિવારમાં મહિલા કુટુંબની ટકાવારી ૧૪.૭૫ ટકા છે. મુસ્લિમોમાં પુરુષ કુટુંબના વડાની ટકાવારી ૮૮ ટકા જ્યારે હિંદુઓમાં ૯૦.૧૫ ટકા આસપાસ થાય છે.
કેન્દ્ર સરકારે જારી કરેલા ધર્મ આધારિત વસ્તી ગણતરીમાં કુટુંબના વડા કે મોભીના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ ગુજરાતમાં કુલ ૧,૦૯,૯૫,૦૫૩ પુરુષ કુટુંબના વડા છે. જ્યારે મહિલા કુટુંબના વડા ૧૨,૩૫,૨૦૦ છે. સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, હિંદુઓમાં ૯૦.૧૫ ટકા કુટુંબના વડા તરીકે પુરુષ છે. જ્યારે મહિલા વડા ૯.૮૫ ટકા છે. મુસ્લિમોમાં પુરુષ વડાની ટકાવારી ૮૮ અને મહિલાની ૧૨ ટકા છે. ખ્રિસ્તી પરિવારમાં ૮૫.૨૫ ટકા પુરુષ વડા જ્યારે મહિલા કુટુંબના વડાની ટકાવારી ૧૪.૭૫ ટકા છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે.
શીખ પરિવારમાં પુરુષ વડા ૮૯.૯૬ તથા મહિલા વડા ૧૦.૦૪ ટકા છે. જૈન પરિવારોમાં પુરુષ વડાની ટકાવારી ૮૮.૨૬ ટકા તદુપરાંત મહિલા મહિલા વડાની ટકારી ૧૧.૭૪ ટકા છે. બૌદ્ધ ધર્મમાં માનનારામાં ૮૯.૮૮ ટકા પુરુષ કુટુંબના વડા અને ૧૦.૧૨ ટકા મહિલા કુટુંબના વડા છે.


