ગુજરાતમાં ભાજપનો ડંકો વાગશે

Wednesday 22nd May 2019 06:27 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતે આ વખતે બાવન વર્ષનો વિક્રમ તોડતું મતદાન કર્યું હતું. આ સમયે કહેવાયું હતું કે કોઈ અંડર કરન્ટ છે. હવે એક્ઝિટ પોલે આ દાવા પર મહોર મારી છે. તમામ એક્ઝિટ પોલ ગુજરાતમાં ભાજપને ૨૦૧૪ જેવા બમ્પર વિજયનો દાવો કરે છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ગમે તે થયું હોય, પણ ૨૦૧૯માં ફરી ગુજરાત મોદી-મોદી કરી રહ્યું છે. પોલ મુજબ કોંગ્રસને સૌરાષ્ટ્રમાં બેઠક મળી શકે છે. મતલબ કે ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણમાં ભાજપની લહેર જળવાઈ રહી છે. જોકે, આ માત્ર એક્ઝિટ પોલ છે. ગુજરાતમાં ભાજપને ૬૧ ટકા જ્યારે કોંગ્રેસને ૩૨ ટકા મતો મળ્યાનું અનુમાન છે.

૬ મહિનામાં ૭૦૦૦ બેઠક

૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨ બેઠકોમાં ભાજપને ૯૯ અને કોંગ્રેસને ૭૭ બેઠકો મળી. જોકે ભાજપે તાત્કાલિક ગઢ બચાવવા પ્રયાસ શરૂ કરી દીધો. ભાજપે પ્રદેશના ૮૬,૩૬૬ પોલિંગ બૂથો માટે દરેક બૂથ પર અંદાજે ૧૪થી ૨૨ સમિતિ સ્તરની બેઠકો કરી. અહીં છ મહિના પહેલાથી પ્રચાર શરૂ થઈ ગયો હતો. એક માહિતી મુજબ ભાજપે અહીં નાની-મોટી મળીને અંદાજે ૭૦૦૦ સભાઓ કરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter