ગુજરાતમાં ભાદરવો ભરપૂર... 40 તાલુકામાં વરસાદ, ભાદર છલકાયો

Thursday 15th September 2022 06:17 EDT
 
 

અમદાવાદ: બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાદરવી પૂનમથી શરૂ થયેલા અવિરત વરસાદથી તમામ જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ઓવરફ્લો છતાં ડેમના આઠ દરવાજા ખોલાયા છે. રાજ્યના 40 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ સાડા ચાર ઈંચ જ્યારે અમરેલીમાં અઢી ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. પોરબંદરના કુતિયાણામાં સવા ચાર ઈંચ, સુરેન્દ્રનગરના સવા ત્રણ ઈંચ, અમરેલીના બાબરા-ગીર સોમનાથના વેરાવળમાં અઢી ઈંચ, ભૂજમાં સવા બે ઈંચ, જૂનાગઢના વિસાવદર, ભાવનગરના ગારિયાધારમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં ચાર દિવસથી દરરોજ વરસાદ પડી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter