ગુજરાતમાં મતદાન પહેલાં જ કમળ ખીલ્યું

સુુરતમાં મુકેશ દલાલ બિનહરીફ

Wednesday 24th April 2024 05:23 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પૂર્વે જ ગુજરાતમાં કમળ ‘ખીલ્યું’ છે. સુરત સિટી બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. જિલ્લા કલેક્ટરે ભાજપના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ટેક્નિકલ કારણસર રદ કર્યું તે સાથે 75 કલાક ચાલેલા રાજકીય ડ્રામાનો તો અંત આવ્યો હતો, પણ ભાજપ આથી પણ વધુ જ્વલંત વિજય ઇચ્છતો હતો. થોડા કલાકમાં આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર નવ ઉમેદવારોએ પણ ફોર્મ પાછા ખેંચી લેતાં ભાજપે ઇતિહાસ રચ્યો હતો. બિનહરીફ ચૂંટાવા સાથે જ મુકેશ દલાલે પ્રદેશ ભાજપના ઇતિહાસમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. (વિશેષ અહેવાલ વાંચો પાન 12 - ‘સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજેતા’)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter