ગુજરાતમાં મોસમનો 84 ટકા વરસાદઃ છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ

Saturday 20th August 2022 06:08 EDT
 
 

અમદાવાદ: ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યાર સુધી સિઝનનો 84.26 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં 14 ઓગષ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે.
ગુજરાતમાં આ વખતે સરેરાશની રીતે કચ્છમાં સૌથી વધુ 135 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષે 14.51 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 32 ટકા વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 55 ઈંચ સાથે મોસમનો 94 ટકા, સૌરાષ્ટ્રમાં 21.12 ઈંચ સાથે મોસમનો 79 ટકા, ઉત્તર ગુજરાતમાં 21.15 ઈંચ સાથે મોસમનો 75 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 23 ઈંચ સાથે મોસમનો 73 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડ 91 ઈંચ સાથે મોખરે છે. આ સિવાય ડાંગમાં 77 ઈંચ, નવસારીમાં 70 ઈંચ જ્યારે નર્મદામાં 53 ઈંચ વરસાદ નોંધાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter