અમદાવાદ: ગુજરાતમાં વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ના સમયના પાંચ વર્ષના ગાળામાં વાહન અકસ્માતના કારણે કુલ ૩૯૦૭૨ લોકોનાં મોત થયાં છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં અતારાંકિત પ્રશ્નોત્તરીમાં રાજ્યના ગૃહ વિભાગે આ માહિતી આપી છે. વર્ષ ૨૦૧૫માં રાજ્યમાં ૮૦૩૮, ૨૦૧૬માં ૮૦૧૧, ૨૦૧૯માં ૭૫૭૪, ૨૦૧૮માં ૮૦૪૦ અને ૨૦૧૯માં ૭૪૦૯ લોકોનાં મોત થયા છે. વર્ષ ૨૦૧૯માં અકસ્માતમાં સૌથી વધુ ૪૩૯ મોત અમદાવાદ શહેરમાં થયાં છે. સુરત ગ્રામ્યમાં ૪૧૮ લોકોનાં મોત થયાં છે. અમદાવાદ ગ્રામ્યમાં ૩૨૬, બનાસકાંઠા ૩૫૨, વડોદરા ગ્રામ્ય ૩૧૩, વલસાડમાં ૩૪૭નાં મોત થયાં છે. સુરત શહેરમાં ૨૮૮, રાજકોટ શહેરમાં ૧૭૧, વડોદરા શહેરમાં ૧૫૮, ખેડામાં ૨૪૧, ગાંધીનગરમાં ૨૨૯, ભરૂચ ૨૯૩, ગોધરા ૨૩૯ લોકોનાં છેલ્લા એક જ વર્ષમાં મોત થયાં છે.

