ગુજરાતમાં શહેર અને પાલિકાની હદમાં હેલમેટ ફરજિયાત નહીં!

Wednesday 11th December 2019 05:31 EST
 

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ એક્ટનો અમલ કર્યાં બાદ ગુજરાત સરકારે પણ દંડમાં રાહત આપીને ટ્રાફિકના નવા નિયમો અમલી બનાવ્યા હતાં. જોકે, વધતાં જતાં અકસ્માતને પગલે હેલમેટ પહેરવી ફરજિયાત બનાવાઈ હતી. ટ્રાફિક પોલીસે પણ નિયમોનો ભંગ કરનારાં ટુ વ્હિલર ચાલકો પાસે લાખો કરોડો રૂપિયા દંડ ઉઘરાવ્યો હતો. હેલમેટના મુદ્દે ગુજરાતમાં લોકવિરોધનો વંટોળ શરૂ થયો હતો જેના કારણે રૂપાણી સરકારે એક ડગલું પીછેહટ કરવી પડી છે. રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં હવે ટુ વ્હિલર ચાલકો માટે રાહતભર્યો નિર્ણય લીધો છે કે, હવે શહેરો અને નગરપાલિકા વિસ્તારની હદમાં હેલમેટ પહેરવી ફરજિયાત નથી. ટુ વ્હિલરચાલકોએ સ્ટેટ અને નેશનલ હાઇવે પર ફરજિયાતપણે હેલમેટ પહેરવી પડશે. આમ સરકારને રહી રહીને ડહાપણ સૂઝ્યું છે.
ગાંધીનગરમાં કેબિનેટની મળેલી બેઠકમાં રાજય સરકારે ટુ વ્હિલરોની હાલાકી અને હાડમારીની વ્યાપક ફરિયાદોને આધારે હેલમેટમાંથી મુક્તિ આપવા નિર્ણય લેવાયો હતો. કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારે લીધેલાં નિર્ણય અંગે વાહન વ્યવહાર પ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યું કે, આખાય રાજ્યમાંથી હેલમેટથી મુક્તિ આપવા ફરિયાદો સરકારને મળી હતી. સોશિયલ મીડિયામાં પણ બહુ વિરોધ થઇ રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter