અમદાવાદઃ ગુજરાતની તમામ શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ માર્ચ-એપ્રિલના આરંભમાં પૂરી થયા પછી એક મહિનો અઘોષિત વેકેશન રહેતું. રાજ્ય શિક્ષણ વિભાગે આવા વેકેશનને રદ કરીને શૈક્ષણિક સત્રને સીબીએસઇ પેટર્નનું કરવાનું નક્કી કરતાં જણાવ્યું કે, રાજ્યની તમામ શાળાઓમાં એપ્રિલથી જ નવા શૈક્ષણિક સત્રનો આરંભ થશે. ધો. ૧ થી ૧૨ના વર્ષ ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક સત્રનો ૨૦મી એપ્રિલથી આરંભ થશે. જ્યારે વેકેશન ૧લી મેથી પાંચ સપ્તાહનું રહેશે. ઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨ શૈક્ષણિક સત્ર બીજી એપ્રિલથી આરંભાશે અને વેકેશન ૧લી મેથી પાંચ સપ્તાહનું રહેશે. પરિણામે શિક્ષણનો એક મહિનો વધશે.


