ગુજરાતમાંથી રોજનો રૂ. ૩૦ લાખનો દારૂ પકડાયો

Wednesday 17th April 2019 07:53 EDT
 

ગાંધીનગરઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં બીજા રાજ્યોમાંથી મોટા પાયે દારૂ ઘૂસાડવામાં આવે છે. ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાંથી સરેરાશ રોજનો ૩૦ લાખ રૂપિયાનો દારૂ પકડાય છે. ૧૦મી માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ અને આચારસંહિતા અમલમાં આવી ત્યારથી એક મહિનામાં પોલીસે કુલ ૯.૦૩ કરોડનો ૩.૧૪ લાખ લીટર દારૂ પકડ્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ કહ્યું છે કે, આવકવેરા વિભાગ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમે મળીને કુલ ૫.૪૩ કરોડની રોકડ જપ્ત
કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter