ગાંધીનગર: ગુજરાતી અને ગુજરાત કેડરના ૧૯૮૬ની બેચના આઇએએસ અધિકારી પી. ડી. વાઘેલાને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના અધ્યક્ષ તરીકે નિમણૂક અપાઇ છે. વાઘેલા ૩૦મી સપ્ટેમ્બરે નિવૃત્ત થઇ રહ્યા હતા અને નિવૃત્ત થાય તે પૂર્વે જ તેમને કેન્દ્ર સરકારની એપોઇન્ટમેન્ટ કેબિનેટ કમિટીએ દેશમાં ટેલિકમ્યુનિકેશન્સ ક્ષેત્ર પર નિયંત્રણ રાખતા આ મહત્ત્વના હોદ્દાની જવાબદારી સોંપી છે. હવે તેઓ ત્રણ વર્ષ આ જવાબદારી નિભાવશે. ફાર્માસ્યુટિકલ્સ ડિપાર્ટમેન્ટના સચિવ તરીકે છે. તેઓ ગુજરાતમાં સેલ્સ ટેક્સ કમિશનર હતા ત્યારે કેન્દ્ર સરકારે જીએસટીનું મોડલ લાગુ કર્યું હતું.