અમદાવાદઃ મોડેસ્ટો સિટીના ઓર્ટેગા ડ્રાઈવ વિસ્તારમાં રહેતા કાલ ઉર્ફે કલ્પેશ પટેલ (ઉ.વ.૩૭) ઉપર અજાણ્યા શખ્સોએ ૩૧મી જાન્યુઆરીએ વહેલી સવારે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં મોત નિપજ્યું હતું. મોડેસ્ટો પોલીસે કેસની તપાસ હાથ ધરી છે પરંતુ, હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. તેમજ કયા કારણથી હત્યા કરવામાં આવી તેનું રહસ્ય જણાયું નથી.


