ગુજરાતી ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ઇનામ મેળવે તો રાજ્ય સરકાર તરફથી રૂ. પાંચ કરોડનું ઇનામ

Friday 05th February 2016 06:42 EST
 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોનાં નિર્માણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નવી ગુણવત્તા નીતિ - ૨૦૧૬ની જાહેરાત કરી છે. જે મુજબ ગુજરાતી ફિલ્મોને રૂ. ૫થી ૫૦ લાખ સુધીની સહાય ચૂકવવામાં આવશે. જ્યારે ઓસ્કર, કાન્સ સહિતના ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મને રૂ. ૨થી ૫ કરોડ અને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મને રૂ. ૧ કરોડનો પુરસ્કાર એનાયત થશે. જોકે રાજ્ય સરકારની સહાય મેળવવા માટે ફિલ્મોએ ૧૦૦ ગુણની પરીક્ષા પાસ કરવી પડશે. આ પ્રમાણે ગુણ મેળવનારી ફિલ્મોને એબીસીડી ગ્રેડમાં વર્ગીકૃત કરીને સહાય અંગેનો નિર્ણય લેવાશે. આ નીતિમાં ગુજરાતી ફિલ્મોને ૧૦૦ ટકા કરમુક્તિની પણ જાહેરાત કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter