વોશિંગ્ટનઃ મૂળ ગુજરાતના બિઝનેસમેન વરુણ નવાણીના વરઘોડાએ અમેરિકાના ન્યૂ યોર્કમાં વોલ સ્ટ્રીટ બંધ કરાવી દીધી એ સમાચારની ભારે ચર્ચા છે. વરુણના વરઘોડાએ એવો માહોલ જમાવી દીધો હતો કે, વોલ સ્ટ્રીટમાં કામ કરનારા લોકો પણ બહાર નીકળીને વરઘોડામાં જોડાઈ ગયા હતા અને ડાન્સ કર્યો હતો.
વરુણ એજ્યુટેક કંપની રોલાઈના સ્થાપક અને સીઈઓ છે. એઆઈ પ્લેટફોર્મ રોલાઈ હાયર એજ્યુકેશ સંસ્થાઓ માટે ડેટા એનાલિટિકલ સ્કીલ શીખવવાનું કામ કરે છે. વરુણે માસ્ટરકાર્ડમાં રિસ્ક-મેનેજમેન્ટ લીગલ કમ્પ્લાયન્સ ડિરેક્ટર અમાન્ડા સોલ સાથે લગ્ન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં તમે ફી ચૂકવીને થોડાક સમય માટે રસ્તો બંધ કરાવી શકો છો. વરુણે પોતાના વરઘોડાનો રૂટ એવો પસંદ કરેલો કે, રસ્તા બંધ કરાવવાની 20 પરમિટ લેવી પડી હતી અને આ માટે 50 હજાર ડોલર (લગભગ 43 લાખ રૂપિયા) ફી ચૂકવી હતી. આમાંથી 25 હજાર ડોલર તો વોલ સ્ટ્રીટ બંધ કરાવવા જ ખર્ચવા પડયા હતા.