અમદાવાદ: યુકેથી ૨૨મી ડિસેમ્બરે અમદાવાદ આવેલા આણંદનાં દંપતી, ભરૂચ અને દીવના એમ ચાર દર્દીઓ કોરોના પોઝિટિવ આવતાં તેમને અમદાવાદ એસવીપીમાં દાખલ કરાયા હતા. તેમના બ્લડના નમૂનાના રિપોર્ટમાં તેમને યુકેના નવા સ્ટ્રેનનો ચેપ હોવાનું ખૂલ્યું હતું.
જોકે, દાખલ થયા ત્યારથી જ ચારેયની તબિયત સ્થિર હતી. આ ચારેયનો આરટીપીઆર કોરોના ટેસ્ટનો રિપોર્ટ સાતમીએ નેગેટિવ આવતાં તમામને પંદર દિવસ પછી એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જોકે, ગાઈડલાઈન્સ મુજબ, હજુ આ ચારેયને સાત દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. યુકેથી અમદાવાદની છેલ્લી ફલાઈટ ૨૨ ડિસેમ્બરે આવી હતી.
જોકે, તે અગાઉ એક મહિનામાં અમદાવાદ આવેલા લોકોની મ્યુનિ. દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં અંદાજે ૩૫૦ લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કર્યા હતા અને દસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

