ગુજરાતે રૂ. ૪૨૯૭૬ કરોડનું વિદેશી મૂડીરોકાણ મેળવ્યું

Friday 05th June 2020 08:31 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષમાં રૂ. ૪૨,૯૭૫ કરોડનું એફડીઆઇ મેળવીને દેશમાં સૌથી વધુ વિદેશી રોકાણ મેળવનારું રાજ્ય બન્યું છે. ગુજરાતને વર્ષ ૨૦૧૮-૧૯માં મળેલા ૧૨,૬૧૮ કરોડના વિદેશી રોકાણ કરતા સાડા ત્રણ ગણું વિદેશી રોકાણ આ વર્ષે મળ્યું છે. વિદેશી રોકાણ આકર્ષવામાં બીજા ક્ર્મે આવનારા કર્ણાટક કરતા ગુજરાતને ૮ ગણું વધુ રોકાણ મળ્યું છે. મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ મનોજ દાસે જણાવ્યું કે ટ્રાન્સપરન્સ પોલીસી અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો વ્યાપ વિસ્તારને કારણે રાજ્યની એફડીઆઇમાં વધારો થયો છે. સમગ્ર દેશમાં એફડીઆઇ ૧૪ ટકા વધ્યું છે. જ્યારે ગુજરાતમાં આ ગ્રોથ ૨૦ ગણો વધારે છે. ઘણી વિદેશી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter