ગુનેગારોને શરણ આપનાર બે ગુજરાતીની ધરપકડ

Sunday 24th December 2023 09:16 EST
 
 

ન્યૂ યોર્ક: અમેરિકાના ટેનેસી રાજ્યમાં ગુજરાતી મૂળના બે મોટેલ માલિકોની વોન્ટેડ ભાગેડુઓને પોતાને ત્યાં શરણ આપવા અને પોલીસ સમક્ષ જૂઠ્ઠું બોલવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેમના દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો પણ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મીડિયા અહેવાલમાં દાવો કરવામા આવ્યો છે કે દક્ષાબેન પટેલ અને હર્ષિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. મોન્ટેગલમાં સુપર-8 અને માઉન્ટેન ઈનના માલિકની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. મોન્ટેગલ પોલીસ વિભાગના કહેવા મુજબ 18 જુલાઇના દિવસે તપાસ દરમિયાન વોન્ટેડ વ્યક્તિઓ ક્યાં છે તે અંગે કોઈ માહિતી આપી ન હતી અને પોલીસ સમક્ષ ખોટા નિવેદન આપ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ડ્રગ્સને લઇને બાતમી મળ્યા બાદ બે અધિકારીઓએ મોટેલ નજીક ઉડી તપાસ હાથ ધરી હતી. તેમની મોટેલમાં ડ્રગ્સની લે-વેચ થતી હોવાની પણ આશંકા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter