ગાંધીનગરઃ વર્ષ ૨૦૨૦માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોમાં અમદાવાદના ગુલબર્ગકાંડમાં ૧૬ વર્ષે પકડાયેલા આશિષ પાંડેને સ્પેશિયલ કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યો છે. કોર્ટે નોંધ્યું છે કે આરોપી સામે ગુનો પુરવાર થતો નથી. મહત્ત્વના સાક્ષીઓ આરોપી સામે કોઈ પુરાવા આપ્યા નથી. આ કેસની ટ્રાયલ દરમિયાન આરોપીને નજરે જોનાર સાક્ષીએ ઓળખી શક્યો ન હતો. જેનો સીધો લાભ આરોપીને મળતાં તે નિર્દોષ છૂટી ગયો છે. નોંધનીય છે કે ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ તોફાની ટોળાંએ મેઘાણીનગરમાં આવેલી ગુલબર્ગ સોસાયટી પર હુમલો કરીને પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯ લોકોના મોત નીપજાવીને સંખ્યાબંધ લોકોને ઈજા પહોંચાડી હતી. જેમાં પોલીસે ૬૬ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મૂક્યો હતો. જે કેસમાં સ્પેશિયલ કોર્ટે ૨૪ આરોપીઓને સાત વર્ષથી આજીવન કેદ સુધીની સજા ફટકારી હતી.

