અમદાવાદઃ ગોધરામાં રમખાણો બાદ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના કેટલાક નેતાઓ તથા વિહિપના કેટલાક કાર્યકર્તાઓ સહિત ૬૪ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓનો ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨માં પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯ લોકોની હત્યામાં હાથ છે. આ કેસ અંગે ગુજરાત હાઈ કોર્ટ પર છેલ્લા છ વર્ષથી લગાવેલા સુપ્રીમ કોર્ટે લગાવેલા સ્ટેને સુપ્રીમે ૨૨મી ફેબ્રુઆરીએ હટાવી લીધો છે. સાથે સુપ્રીમે ગુજરાત હાઇ કોર્ટને આ કેસ સંબંધે ત્રણ મહિનામાં ચુકાદો આપવા માટે કહ્યું છે. અગાઉ આ કેસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ક્લિન ચીટ મળી હતી.

