ગૂગલની રાષ્ટ્રીય સ્તરની એપ કોમ્પિટિશનમાં અમદાવાદનાં ફ્રેયા શાહ – સુખસિંહ ટોપ ૨૦માં

Wednesday 28th February 2018 06:04 EST
 
 

અમદાવાદ: સપ્ટેમ્બર, ૨૦૧૮માં સર્ચ એન્જિન ગૂગલ દ્વારા ગૂગલ ઇન્ડિયા કોડ ટૂ લર્ન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીઓએ એક એપ ડિઝાઈન કરી સબમિટ કરવાની હતી. આ સ્પર્ધામાં અમદાવાદની ધોરણ ૯માં ભણતી વિદ્યાર્થિની ફ્રેયા શાહ અને ધોરણ ૮માં ભણતો સુખસિંહ ઓબેરોય ટોપ ૨૦ ક્રોડર્સ લિસ્ટમાં સ્થાન પામ્યા છે.
૧૪ વર્ષીય ફ્રેયાએ ગ્રેડ-૯ કેટેગરીમાં ભાગ લઈ ‘વાઈબલી’ નામની એક એપ ડિઝાઈન કરતી હતી.
આ એપ વિદ્યાર્થીઓને ભણતરની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં મદદરૂપ થઈ શકે છે.
આ એપમાં કુલ ૬ ફીચર હતા. જેમાં કેલ્ક્યુલેટર, બીએમઆઈ કેલ્ક્યુલેટર, એલાર્મ પેડોમીટર, ટૂ-ડૂ લિસ્ટ, પર્સનલ આસિસ્ટન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપની મદદથી ઓનલાઈન જવાબ શોધવામાં સમય બચી શકે છે. જ્યારે ૧૩ વર્ષીય સુખસિંહે ગ્રેડ ૮ કેટેગરીમાં ભાગ લઈ ‘સ્કૂલ આસિસ્ટન્ટ’ એપ બનાવી હતી. જેમાં હોમવર્ક, ટાઇમ ટેબલ, હોમવર્કનું લિસ્ટ, ટુ-ડૂ લિસ્ટ, ક્વિજ, અને ફ્લેશ કાર્ડ નામે ફીચરનો સમાવેશ કરાયો હતો. આ એપ વિદ્યાર્થીના પેન્ડિંગ કામકાજ અને અભ્યાસક્રમમાં મદદરૂપ થઈ શકે છે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ભારતમાં કમ્પ્યુટર સાયન્સ અને કોડિંગને પ્રમોટ કરવાનો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter