અમદાવાદઃ મહાત્મા ગાંધીજીએ સાથીદારો અને અનુયાયીઓ સાથે રચિત ‘સાર્થ’ ગુજરાતી જોડણી કોશમાં નવા દસ હજાર શબ્દોનો ઉમેરો કરીને કોશની છઠ્ઠી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાની કામગીરી ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પૂર્ણ કરાઈ છે. ગૂજરાત વિદ્યાપીઠે ૧૯૯૮થી જોડણી કોશની છઠ્ઠી આવૃત્તિ માટે કામગીરી હાથ ધરી હતી. આ કાર્યમાં નવા શબ્દોના ઉમેરાની સાથે સાથે અમદાવાદ હાઈ કોર્ટે કાયદાકીય રીતે કેટલાક શબ્દોને બિનઅધિકૃત ગણ્યા હતા તેવા શબ્દોને કોશમાંથી દૂર કરાયા હતા.

