ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાઃ સર્વશ્રેષ્ઠ અને અસરકારક

Wednesday 17th July 2019 07:01 EDT
 
 

અમદાવાદઃ ફેમ ઇન્ડિયા મેગેઝિન અને એશિયા પોસ્ટ નામની એજન્સીએ સાથે મળીને દેશના સર્વશ્રેષ્ઠ નેતા કોણ? તેના સર્વેમાં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દેશના સર્વશ્રેષ્ઠ અને અસરકારક નેતા હોવાનું તારણ નીકળ્યું છે. દેશભરના ૧૨,૭૦૦થી વધુ પ્રબુદ્ધ નાગરિકોનો અભિપ્રાય લેવાયો હતો. જેમાં અસરકારક પ્રધાન તરીકેની કામગીરીમાં પ્રદીપસિંહ અવ્વલ પસંદગી પામ્યા હતા.
ફેમ ઇન્ડિયા મેગેઝિને વ્યક્તિત્વ, છબી, કાર્યક્ષમતા, પ્રભાવ, વિભાગની સમજ, દૂરંદેશી અને કાર્યપ્રણાલિ જેવા સાત મુદ્દાઓ અંગે દેશના રાજ્યોના પ્રધાનોનું ૨૧ અલગ અલગ કેટેગરીમાં મૂલ્યાંકન કર્યું હતું. આ સર્વેમાં ૨૧ કેટેગરીમાં દેશના તમામ રાજ્યના નેતાઓમાંથી જુદા જુદા રાજ્યના ૨૧ નેતાઓની સર્વશ્રેષ્ઠ પ્રધાન તરીકે પસંદગી કરાઈ હતી. પ્રદીપસિંહ ઉપરાંત ઉત્તર પ્રદેશના કેશવપ્રસાદ મૌર્ય પ્રભાવશાળી, મહારાષ્ટ્રના સુધીર મુનગંટીવાર અનુભવી, બિહારના નંદકિશોર યાદવ સક્રિય પ્રધાન તથા ઉત્તરાખંડના મદન કૌશિક સૌજન્યતાપૂર્ણ પ્રધાન તરીકે પસંદગી પામ્યા હતા. હિમાચલ પ્રદેશના મહેન્દ્રસિંહની સમર્થ, હરિયાણાના વિપુલ ગોયલ ચર્ચાસ્પદ, પ. બંગાળના ફરહદ હકીમની જુસ્સાદાર, દિલ્હીના મનીષ સિસોદીયાની વ્યક્તિત્વ, કેરળની ડો. થોમસ ઇસ્સાકને આદર્શ, પંજાબના મનપ્રિત બાદલની જાગૃત, સિક્કિમના બેદુસિંહ પંતની અજોડ પ્રધાન તરીકેની કેટેગરીમાં પસંદગી કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter