ગૃહપ્રધાન પર ચપ્પલ ફેંકનાર ઈટાલીયા ‘આપ’ના ગુજરાત પ્રદેશ પ્રમુખ

Tuesday 22nd December 2020 10:55 EST
 
 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા પર જૂતુ ફેકનારા ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી (‘આપ’)ના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સોંપાયો છે. આ સાથે જ પક્ષે સમગ્ર રાજ્યમાં જિલ્લા પ્રમુખોની પણ નિમણૂંકો કરી છે. પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઇને હટાવીને તેમના સ્થાને પાટીદાર આંદોલનના યુવા ચહેરા ગોપાલ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રદેશ સુકાન સંભાળ્યા બાદ ઇટાલિયાએ જણાવ્યું કે, ભાજપ-કોંગ્રેસની મિલિભગતથી ગુજરાતની જનતા ત્રસ્ત છે ત્યારે આગામી દિવસોમાં પ્રજાલક્ષી મુદદાઓ ઉઠાવશે અને લોકોની સમસ્યા હલ કરવામાં મદદરૂપ થશે.
પ્રદેશ સુકાન સંભાળ્યા બાદ ઇટાલિયાએ જણાવ્યું કે, ભાજપ-કોંગ્રેસની મિલિભગતથી ગુજરાતની જનતા ત્રસ્ત છે ત્યારે આગામી દિવસોમાં પ્રજાલક્ષી મુદદાઓ ઉઠાવશે અને લોકોની સમસ્યા હલ કરવામાં મદદરૂપ થશે.
કોરોનાકાળ વચ્ચે રાજ્યમાં આમ આદમી પાર્ટી સક્રિય થઇ છે. ૧૨ ડિસેમ્બરે પ્રદેશ પ્રભારી અને ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે ગુજરાત સંગઠનની સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે, ‘આપ’ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે. આગામી દિવસોમાં તબક્કાવાર બેઠકો યોજી ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં ‘આપ’ના વડા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત લેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દિલ્હી મોડેલનો પ્રચાર કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter