ગૃહમાં સરકાર પર આરોપો લગાવતાં મેવાણીનું માઈક બંધ

Wednesday 28th February 2018 06:14 EST
 
 

વિધાનસભામાં ૨૬મીએ પાટણમાં દલિત કર્મશીલના અગ્નિસ્નાન મુદ્દે ચાલતી ચર્ચામાં અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ગૃહમાં સવાલ જવાબને બદલે સીધા મુખ્ય પ્રધાન સામે આક્ષેપો શરૂ કરી દીધા હતાં. સ્વ. ભાનુભાઈ વણકર સાથે વર્ષોથી જોડાયેલા હોવાના દાવા સાથે આ અંગે સવાલ પૂછવા ઊભા થયેલા મેવાણીએ ‘આંબેડકરવાદી સંનિષ્ઠ દલિત કાર્યકરે આવું પગલું કેમ ભર્યું? અમે ગળા સુધી આવી ગયા છીએ. ગુજરાતના ૫૦ લાખ દલિતોને રૂપાણી સરકાર પર ભરોસો નથી.’ એવું બોલતાં જ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વિમાસણમાં પડી ગયા હતા. મેવાણી વધુ કંઈ બોલે તે પહેલાં જ ૩૨ સેકન્ડમાં તેનું માઈક બંધ કરી દેવાયું હતું.  આ અંગે ગૃહમાં હોબાળો થતાં ગૃહનું કામકાજ રિસેષ સમય સુધી સ્થગિત કરાયું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter