ગેંગસ્ટર અતિક અહેદમને વારાણસીથી સાબરમતી જેલમાં લવાયો

Wednesday 05th June 2019 07:07 EDT
 
 

અમદાવાદઃ ઉત્તર પ્રદેશમાં રિઅલ એસ્ટેટના વેપારીનું અપહરણ કરી ખંડણી માગનાર કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદને સોમવારે સઘન સુરક્ષા સાથે વારાણસીથી અમદાવાદ લવાયો હતો. અમદાવાદ એરપોર્ટ ગેંગસ્ટર અતિક આવતાં જ તેના ટેકેદારોએ તેનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. બાદમાં તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાઈસિકયુરિટી ઝોનમાં મોકલાયો હતો. અતિક માટે જેલમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ઘડાઈ છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતિક અહેમદના સાગરિતોએ મોહિત નામના વેપારીનું અપહરણ કરી કર્યું હતું. બાદમાં તેને દેવરિયા જેલમાં લઈ જઈને માર માર્યો હતો. મોહિતને રિવોલ્વર બતાવી પાંચ કંપનીની માલિકીનો હક પણ બે યુવકના નામે કરાવાયો હતો. અપહરણ અને મારમારીની આ ઘટના અંગે સીબીઆઈને તપાસ સોંપાઈ છે અને સુપ્રીમ કોર્ટે આ કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને ગેંગસ્ટર અતિકને ગુજરાતની જેલમાં ખસેડવા નિર્દેશ આપ્યો હતો. અતિક અહેમદનું ઉત્તર પ્રદેશમાં બહુ મોટું નેટવર્ક છે તેના નામે ૧૦૯થી વધુ ગુના નોંધાયેલા છે અને ગેંગમાં ૧૨૧ સાગરિતો હોવાના અહેવાલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter