અમદાવાદઃ ગેરકાયદે હથિયારો રાખવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડે તાજેતરમાં વધુ ૧૪ આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ પાસેથી રૂ. દોઢથી બે કરોડની કિંમતના ૫૧ વિદેશી અને ભારતીય બનાવટના હથિયાર પકડ્યા છે. એટીએસે આ કેસમાં મુસ્તાક બલોચ તથા વાહીદખાન અશરફખાન પઠાણની ધકપકડ કરી હતી. જેમાં ૫૪ જેટલા હથિયારો સાથે નવ આરોપીઓની ધરપકડ કરાઈ હતી.

