અમદાવાદઃ વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડના કાવતરાખોર અને ૧૬ વર્ષે પકડાયેલા મુખ્ય આરોપી યાકુબ પાતળિયાને સ્પેશ્યલ કોર્ટના જજ એચ. સી. વોરાએ દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસના આરોપીઓ ૨૬ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગોધરાના કાળુભાઇના પેટ્રોલપંપ પરથી કેરબા ભરી ભરીને પેટ્રોલ લાવ્યાં હતાં અને સહઆરોપી રજાક કુરકુરના અમન ગેસ્ટ હાઉસના પાછળના ભાગે આવેલા ઘરમાં એ કેરબા મૂકી રાખ્યાં હતાં.
કાવતરા મુજબ ગોધરા રેલવે સ્ટેશને ૨૭મીના રોજ વહેલી સવારે ૭.૪૨ વાગે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન આવી હતી. ત્યારબાદ ટ્રેનમાં ચેઇન પુલિંગ બાદ ટ્રેન ઉભી રહી હતી. એ વખતે આરોપીઓએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો અને ટ્રેન પર ૧૨૦ લીટર પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી.

