ગોધરાકાંડના ૧૧ દોષીઓ બાબતે સુપ્રીમે રાજ્ય સરકારનો જવાબ માગ્યો

Wednesday 11th April 2018 07:33 EDT
 

નવી દિલ્હીઃ ગુજરાતમાં ગોધરામાં વર્ષ ૨૦૦૨ના રમખાણોમાં તોફાનીઓએ સાબરમતી એક્સપ્રેસમાં આગ ચાંપી દીધી હતી. જેમાં ૫૯ લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે ૪૪ લોકો ઘવાયા હતા. આ મામલે બિલાલ અહેમદ, અબ્દુલ રઝાક, રમજાની બેનયામિન બેહરા, હસન અહેમદ ચરખા, જાબિર બેનયામિન બેહરા, ઇરફાન અબ્દુલ મજિદ, ઇરફાન મોહમ્મદ હનીફ, મહેબૂબ, અહેમદ યુસુફ, મહેબૂબ ખાલિદ ચંદા, સલીમ યુસુફ જર્દા અને સિરાજ મહોમ્મદ વિરુદ્ધ કેસ નોંધાયો હતો.
ગોધરાકાંડના ૧૧ દોષીઓને ગુજરાત હાઇકોર્ટ તરફથી અપાયેલી જન્મટીપની સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ જારી કરીને આ બાબતે જવાબ માગ્યો છે. રાજ્ય સરકારે આ મુદ્દે ચાર અઠવાડિયામાં સોગંદનામું રજૂ કરી જવાબ રજૂ કરવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter