બ્રિટનના યુ.કે.ની ડિ મોન્ટફોર્ટ યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજિકલ યુનિર્વસિટી વચ્ચે તાજેતરમાં થયેલા કરારની દિશામાં ડિએમયુએ જાહેરાત કરી છે કે, કરાર મુજબ ગુજરાતમાં સ્ટાર્ટ અપ સિસ્ટમ અંતર્ગત એ.એમ.ઇ. નર્સરી અને ગ્રામીણ ગટર વ્યવસ્થાના કાર્યક્રમો સૌ પ્રથમ હાથ ધરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાતે છે, ત્યારે બ્રિટનના યુ.કે.ની ડિ મોન્ટફોર્ટ યુનિવર્સિટી (ડીએમયુ)એ ભારતમાં કેટલાક કાર્યક્રમો હાથ ધરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત ટેકનોલોજિકલ યુનિર્વસિટી (જીટીયુ) અને ડીએમયુ વચ્ચે અગાઉ થયેલા કરારની દિશામાં આગેકદમ તરીકે સ્ટાર્ટ અપ સિસ્ટમ અંતર્ગત એ.એમ.ઇ. નર્સરી અને ગ્રામીણ ગટરવ્યવસ્થાના કાર્યક્રમો હાથ ધરશે. તે ઉપરાંત મેનેજમેન્ટ કોર્સમા સંયુક્ત સંશોધનો પણ કરાશે. બ્રિટનથી આવેલા ડીએમયુના પ્રતિનિધિમંડળમાં વાઈસ ચાન્સેલર પ્રો. ડોમિનિક શેલાર્ડ, ડેપ્યુટી વાઈસ ચાન્સેલર પ્રો. એન્ડી કોલપ, પ્રો-વાઈસ ચાન્સેલર જેમ્સ ગાર્નર, યુનિવર્સિટીની ભારતઓફિસના મેનેજર રણજીત સંપટ અને રિક્રુટમેન્ટ ઓફિસર ભરત ગઢિયાનો સમાવેશ થતો હતો. તેઓએ જીટીયુના વાઈસ ચાન્સેલર ડો. અક્ષય અગ્રવાલ, ઈન્ચાર્જ ડો. અક્ષય અગ્રવાલ, ઈન્ચાર્જ રજીસ્ટ્રાર જે.સી. લીલાણી અને નાયબ નિયામક કેયુર દરજી સહિતની ટીમ સાથે ચર્ચાવિચારણા કરી હતી.
• હાર્દિક બે મહિના જેલમાંઃ પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલ પર અનામત આંદોલન દરમિયાન પટેલોને ઉશ્કેરવાના આરોપો સબબ રાજદ્રોહની કલમ લગાડાઈ હતી અને છઠ્ઠી નવેમ્બરે કોર્ટે આ કેસમાં જણાવ્યું કે, આ કેસમાં વધુ સુનાવણી આગામી પાંચમી જાન્યુઆરીએ થશે. જેથી હાર્દિકને હવે દોઢ મહિનો જેલમાં રહેવું પડે તેવી સંભાવના છે.
• બહુપત્નીત્વ માટે કુરાનનું ખોટું અર્થઘટન થાય છે, હાઇકોર્ટઃ કુરાનમાં બહુપત્નીત્વને શરતી મંજૂરી અપાઈ છે અને બહુપત્નીત્વનો ફાયદો લેતા કેટલાક કુરાનનું ખોટું અર્થઘટન કરે છે એવી હાઈ કોર્ટે મૌલવીઓને ટકોર કરતાં કહ્યું હતું કે, બહુપત્નીત્વ માટે કુરાનની શરિયતનો ખ ોટો ફાયદો ઉઠાવતાં મુસ્લિમ પુરુષોને મૌલવીઓએ અટકાવવા જોઈએ. અને દેશમાં તમામ નાગરિકોને સમાન બંધારણીય અધિકારો મળે તે માટે સમાન સિવિલ કોડ લાવવાના પ્રયાસમાં મૌલવીઓએ મદદ કરવી જોઈએ.