ગ્રીનકાર્ડ માટે અમેરિકામાં મૂડીરોકાણ કરતા ગુજરાતી બિલ્ડર્સ

Wednesday 17th April 2019 07:43 EDT
 

અમદાવાદઃ અમેરિકાની ઇબી-૫ વિઝા કેટેગરીમાં નિશ્ચિત મૂડીરોકાણ કરનાર પરિવારને સીધું ગ્રીનકાર્ડ મળી જતું હોવાથી આ વિઝા લઈ અમેરિકા જવાનો ક્રેઝ ગુજરાતીઓમાં વધી રહ્યો છે. તેમાં પણ રિઅલ એસ્ટેટ માર્કેટમાં અમેરિકામાં સારું વળતર મળી રહેતું હોવાથી બિલ્ડર્સ લોબી ત્યાં રિઅલ એસ્ટેટ સેક્ટરમાં વધુને વધુ મૂડીરોકાણ કરી રહી છે. પ્રમાણમાં ઓછી જાણીતી ઇબી-૫ કેટેગરી હેઠળ જો કોઈ વ્યક્તિ અમેરિકામાં પાંચ લાખ ડોલર (અંદાજે રૂ. સાડા ત્રણથી પોણા ચાર કરોડ)નું રોકાણ કરે તો તેને અને તેના પરિવાર (પતિ-પત્ની અને સગીર બાળકો)ને ગ્રીનકાર્ડ મળી જાય છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના આંકડા મુજબ ૨૦૧૭માં ભારતમાંથી ૧૭૪ લોકોએ ઇબી-૫ હેઠળ અરજી કરી હતી, જેની સામે ૨૦૧૮માં ૫૮૫ લોકોએ અરજી કરી છે એટલે કે એક જ વર્ષમાં ૨૩૬ ટકા જેટલો વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter