અમદાવાદઃ 'ઊંડું જોયું, અઢળક જોયું, મનમાં જોયું, મબલખ જોયું.' કવિ ચંદ્રકાન્ત શેઠ શનિવારની સાંજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં મબલખ સર્જન માટે રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે 'વિનોદ નિઓટિયા કાવ્યમુદ્રા એવોર્ડ ૨૦૧૬'થી સન્માનિત થયા હતા. ચંદ્રકાન્ત શેઠનું સંવેદનનું પ્રતિબિંબ જે તેમની કવિતાઓમાં જોવા મળે છે. કવિને પોંખવા માટે કાજલ ઓઝા વૈદ્યના સંચાલનમાં અતિથિવિશેષ તરીકે રઘુવીર ચૌધરી, તુષાર શુક્લ અને રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત હતાં.


