ચાઈનીઝ ડ્રેગન ફ્રૂટનું નામ હવે કમલમ્

Monday 25th January 2021 09:52 EST
 

અમદાવાદઃ કમળ જેવું દેખાતું ગુલાબી રંગનું ડ્રેગન ફ્રૂટ હવે કમલમ્ નામથી ઓળખાશે. કેમકે, રાજ્ય સરકારે જ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચને ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ્ રાખવા દરખાસ્ત કરી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ આ વાતને સમર્થન આપીને જાહેરાત કરી હતી કે, આ ફળને સંસ્કૃત શબ્દ કમલમ્ નામ અપાશે. ઉલ્લેખનીય છે કે, હવે ડ્રેગન ફ્રૂટની કચ્છમાં પણ ખેતી થવા માંડી છે. અત્યારે કચ્છમાં 1 હજાર એકરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી થઇ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter